આજનું રાશિફળ 14 માર્ચ 2022: જુઓ કેવો રહેશે અઠવાડિયાનો પહેલો દિવસ

14 માર્ચ સોમવારના રોજ ચંદ્રમા દિવસ રાત કર્ક રાશિમાં સંચાર કરશે. જ્યારે મોડી રાત્રે આજે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં કુંભ રાશિથી મીનમાં જાતાં સૂર્ય અને કર્ક રાશિમાં ચાલતાં ચંદ્રમા આજે કર્ક રાશિના લોકોના વ્યક્તિત્વમાં પ્રભાવ ઉત્પન્ન કરી રહ્યા છે. પોતાની પ્રતિભા અને અનુભવનો લાભનો પણ તેઓને લાભ મળશે. અન્ય રાશિઓના ભાગ્યમાં આજે ગણેશજીએ શું લખ્યું છે, જાણો આજનું ભવિષ્ય.

મેષ (Aries)

-Aries

ગણેશજી કહે છે કે, મેષ રાશિનાં લોકો માટે આજનો દિવસ ખુબ જ મહત્વપુર્ણ રહેશે. કાપડના વેપારીઓને આજે સારો લાભ થશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. સાસરીપક્ષના લોકો સાથે વાતચીત થઈ શકે છે. જવાબદારીવાળા કોઈપણ કામમાં બેદરકારી ન રાખતાં.

ભાગ્ય આજે 81 ટકા તમારી સાથે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

વૃષભ (Taurus)

-Taurus

ગણેશજી કહે છે કે, વૃષભ રાશિના લોકો માટે આજના દિવસે શુભ સૂચના મળી શકે છે. ઘરની જવાબદારી નિભાવવાની દિશામાં તમે અમુક નવા નિર્ણય લઈ શકો છો. વેપાર, રોજગાર સારો ચાલશે. પિતાના કામમાં તમારો સહયોગ સરાહનીય રહેશે. કાર્યસ્થળ પર સહકર્મીઓને તમારાથી ઈર્ષ્યા થઈ શકે છે.

ભાગ્ય આજે 80 ટકા તમારી સાથે છે. શિવલિંગ પર જળાભિષેક કરો.

મિથુન (Gemini)

-Gemini

ગણેશજી કહે છે કે, મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ રહેશે. મનમાં કોઈ વાત હોય તો તેને પ્રકટ કરો. તરક્કીના નવા માર્ગ ખુલશે. મહિલાઓને પોતાના કરિયર અંગે હજુ ઊંડાણપૂર્વક વિચારવું જરૂરી છે. પ્રોપર્ટી ખરીદવા માટે ખુબ જ સારો દિવસ છે. પૈસાની લેતી-દેતીમાં સાવધાની રાખો.

ભાગ્ય આજે 95 ટકા તમારી સાથે છે. સૂર્યદેવતાને જળ અર્પિત કરો.

કર્ક (Cancer)

-Cancer

ગણેશજી કહે છે કે, આજે કર્ક રાશિના લોકોના વ્યક્તિત્વમાં નવા આકર્ષણનો સંચાર થશે. પોતાની પ્રતિભા અને સમજદારીથી કાર્યોને ખુબ જ સારી રીતે પૂરા કરશે. વેપારમાં આજે અચાનક શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. અધિકારીઓની સામે પોતાની વાત રાખવાનો યોગ્ય સમય છે.

ભાગ્ય આજે 85 ટકા તમારી સાથે છે. હનુમાનજીની પૂજા કરો.

સિંહ (Leo)

-Leo

ગણેશજી કહે છે કે, સિંહ રાશિના લોકો આજે કોઈની વાતને દિલ પર ન લે. નોકરી કરતાં લોકોને આર્થિક રીતથી સક્ષમ બનવાની આવશ્યક્તા હશે. વેપારમાં જબરદસ્ત પરિણામ હાંસલ થશે. કામ માટે કરવામાં આવેલો પ્રયાસ તમને સારું પરિણામ આપશે.

ભાગ્ય આજે 86 ટકા તમારી સાથે છે. હળદર અથવા કેસરથી તિલક કરો.

કન્યા (Virgo)

-Virgo

ગણેશજી કહે છે કે, આજે કન્યા રાશિના લોકોના સકારાત્મક વિચારોથી પરિવારના લોકો પ્રસન્ન રહેશે. નોકરીમાં બેંકિંગ સેક્ટરના લોકો માટે લાભનો સમય છે. પેંડિંગ છોડવામાં આવેલી કોઈ પ્રોપર્ટી ડીલ હવે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંતાન તરફથી મનને સંતોષ પ્રાપ્ત થશે.

ભાગ્ય આજે 79 ટકા તમારી સાથે છે. ગણેશજીની પૂજા- આરાધના કરો.

તુલા (Libra)

-Libra

ગણેશજી કહે છે કે, આજે તુલા રાશિના લોકોને કામમાં સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે. તમારા પારિવારિક બિઝનેસમાં આજે તમને તમારા જીવનસાથીની વાત માનવી પડી શકે છે. વેપારીઓને સરકારી નિયમોને કારણે પરેશાની થઈ શકે છે. સોશિયલ મીડિયા મારફતે આજે કોઈ નવો દોસ્ત બની શકે છે.

ભાગ્ય આજે 70 ટકા તમારી સાથે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

વૃશ્ચિક (Scorpio)

-Scorpio

ગણેશજી કહે છે કે, આજે વૃશ્ચિક રાશિના લોકોને કોઈ અજાણ્યા સ્ત્રોત પાસેથી પૈસા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી તમને ઘણું શીખવા મળી શકે છે. યુવાઓની પાસે ઉચ્ચ શિક્ષણનો સારો મોકો છે. માતા-પિતાની સાથે શોપિંગ કરવા માટે જઈ શકો છો.

ભાગ્ય આજે 84 ટકા તમારી સાથે છે. ભગવાન ગણેશજીની આરાધના કરો.

ધન (Sagittarius)

-Sagittarius

ગણેશજી કહે છે કે, ધન રાશિના લોકો આજે પોતાના પર વિશ્વાસ રાખે. વધારે લાભ કમાવવા માટે તમે બિઝનેસમાં ભાઈ-બહેનોની મદદ પ્રાપ્ત કરી શકો છો. મિત્રોના સહયોગથી મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરા કરી લેશો. મહિલાઓને ઘરેલુ સામાન ખરીદવો પડી શકે છે. વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર સફળતા મળશે.

આજે ભાગ્ય 82 ટકા તમારી સાથે છે. યોગ પ્રાણાયમનો અભ્યાસ કરો.

મકર (Capricorn)

-Capricorn

ગણેશજી કહે છે કે, મકર રાશિના લોકોના આજે ઈશ્વરની કૃપાથી અનેક કામો બની શકે છે. જીવનસાથીના સહયોગથી પ્રોપર્ટીમાં હાથ નાખી શકો છો. તમારા સમયનો સદુપયોગ કરવાથી તમને લાભ થઈ શકે છે. તમારે ખર્ચમાં કાપ મુકવાનો પ્રયાસ કરવો જોઈએ. ઘરના જરૂરી કામોમાં મદદ કરી શકો છો.

ભાગ્ય આજે 76 ટકા તમારી સાથે છે. પીપળાના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો.

કુંભ (Aquarius)

-Aquarius

ગણેશજી કહે છે કે, કુંભ રાશિના લોકો આજે પોતાના કાર્યોથી ગર્વ અનુભવ કરશે. કોઈ ખાસ બાબતને લઈને તમારા વિચાર બદલાઈ શકે છે. આવક વધારવાના કોઈ સારા મોકા પણ તમને મળી શકે છે. ઓનલાઈન લેવડ-દેવડમાં સાવધાની રાખો. વિદ્યાર્થીઓને કરિયરમાં સફળતા મળશે.

ભાગ્ય આજે 90 ટકા તમારી સાથે છે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

મીન (Pisces)

-Pisces

ગણેશજી કહે છે કે, આજે મીન રાશિના લોકોને નવા કાર્યમાં મન લાગશે. આજે તમે તમારા પરાક્રમ તેમજ સાહસના જોરે ધન મેળવવામાં સફળ રહેશો. યુવાઓને કરિયર સાથે જોડાયેલી નવી જાણકારી મળશે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી ફક્ત વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. વ્યર્થની સમસ્યા પર નિયંત્રણ થશે.

ભાગ્ય આજે 72 ટકા તમારી સાથે છે. ભગવાન વિષ્ણુની આરાધના કરો.

Source link