આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ: વિદ્યાર્થીઓને ફુલ આપી, ગોળ ખવડાવી સ્વાગત કરાયું

અમદાવાદ:કોરોના રોગચાળાને કારણે ઓનલાઈન પરીક્ષાના એક વર્ષ પછી સોમવારથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ છે. ત્યારે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ફૂલ આપી અને ગોળ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા માટે 5094 બિલ્ડિંગોમાં 52257 વર્ગખંડોમાં 14.98 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષાને લઈને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તેમજ પરીક્ષા કેન્દ્રો પર CCTVથી લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાનો આજતી પ્રારંભ થયો છે. ધોરણની 10ની પરીક્ષા માટે રાજ્યમાંથી 9.64 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આજથી શરૂ થયેલી પરીક્ષા 9 એપ્રિલ સુધી ચાલશે. ધોરણ-10ની પરીક્ષા માટે રાજ્યમાં 81 ઝોન, 958 પરીક્ષા કેન્દ્રો, 3182 બિલ્ડિંગો અને 33231 ખંડોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રાખવામાં આવ્યો છે.

GSHSEB Board Exam 2

ધોરણ-12ની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાંથી સામાન્ય પ્રવાહના 4.25 લાખ વિદ્યાર્થી જ્યારે સાયન્સમાં 1 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા ચે. ધોરણ-12 સાયન્સની પરીક્ષા આજથી શરૂ થઈ 12 એપ્રિલ સુધી ચાલશે. જ્યારે સાયન્સની પરીક્ષાનો સમય બપોરે 3થી સાંજે 6.30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય સવારે 10.30થી બપોરે 1.45 સુધી નક્કી કરાયો છે. ધોરણ-10ની પરીક્ષા માટે રાદ્યમાં 56 ઝોન, 667 પરીક્ષા કેન્દ્રો, 1912 બિલ્ડિંગ અને 19 હજારથી વધુ ખંડોનો ઉપયોગ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

GSHSEB Board Exam 1

મોનિટરિંગ માટે મોબાઈલ એપથી વિજિલન્સ
બોર્ડની પરીક્ષામાં પેપર લીક ન થાય તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા ઝોન ખાતેથી પરીક્ષા સ્થળ પર પ્રશ્નપત્ર પહોંચે તેના માટે મોનિટરિંગ માટે મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિજિલન્સની કામગીરી કરવામાં આવશે. જેથી ઝોનમાંથી પ્રશ્નપત્ર નીકળ્યા બાદ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તે અંગેનું સતત મોનિટરિંગ કરી શકાય છે. પેપર લઈ જતાં વાહનો ઉપર પણ GPS લગાડવામાં આવ્યા છે, જેથી રિયલ ટાઈમનું મોનિટરિંગ પણ કરી શકાય છે.

વિદ્યાર્થીઓનું ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું

Source link