આંખ-નાકની સફાઇ પર ધ્યાન નહીં આપો તો થશે આ બીમારી, મહિલાના શરીરમાંથી નીકળ્યા145 કીડા

What is Black Fungus/Maggots: ભારત સહિત વિશ્વમાં અનેક અજીબ બીમારીઓ અને તેનાથી થતાં દુષ્પ્રભાવોને લઇને અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક અજીબ કેસ બેંગ્લોરમાં સામે આવ્યો છે. એક સર્જરી દરમિયાન મહિલાની આંખ અને નાકમાંથી એક બે નહીં પણ 145 કીડા (નાના જંતુ, બેક્ટેરિયા) કાઢ્યા છે. સાંભળવામાં અજીબ લાગતી આ બાબત એક ગંભીર બીમારી છે.

TOI રિપોર્ટ અનુસાર, બેંગ્લોરની રાજરાજેશ્વરી નગર સ્થિત સ્પર્શ હોસ્પિટલ (SS SPARSH Hospital, Bengaluru)માં ડોક્ટર્સે એક સર્જરી દરમિયાન 65 વર્ષીય મહિલાની આંખ અને નાકમાંથી કીડા કાઢ્યા છે. મહિલાને એક વર્ષ અગાઉ મ્યૂકોર્મિકોસિસ (The maggots) અને કોવિડ -19 (Covid-19) પણ થયો હતો. આ કીટાણુંઓના કારણે તેના નાકમાં નેઝલ કેવિટી થઇ હતી, જેના કારણે ડોક્ટર્સે તેના નાકમાંથી ડેડ ટિશ્યૂ કાઢ્યા હતા. અહીં જાણો, શું છે આ કેસ અને કઇ બીમારીના કારણે આ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે.

(સૌજન્યઃ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા) (તસવીરોઃ ફ્રીપિક.કોમ)

​નાકની અંદર કેવી રીતે થયા કીટાણું

ડોક્ટર્સ અનુસાર, નાકના છીદ્રોમાં મોઇશ્ચર હોય છે, જો કોઇ વ્યક્તિ નાકની સાફ-સફાઇ પર ધ્યાન નથી આપતું તો દુર્ગંધથી આકર્ષિત થતી માખીઓ નાકની અંદર ઇંડા મુકી શકે છે જે બાદમાં કીડામાં (worms) પરિવર્તિત થાય છે.

​દિમાગ સુધી પહોંચી શકે છે કીડા

ડોક્ટર્સ અનુસાર, જો આ કીડાને દૂર ના કરવામાં આવે તો તે માથા સુધી પહોંચી શકે છે અને મગજના ટિશ્યુને નુકસાન પહોંચાડી શકે છે. આંખ મગજ સાથે જોડાયેલી હોય છે, તેથી જો આંખમાં ઇન્ફેક્શન થાય તો તે દિમાગને પણ અસર કરી શકે છે.

​શરીરના આ ભાગમાં પણ થાય છે કીડા

જર્નલ ઓફ નેપાલ મેડિકલ એસોસિએશન (Journal of Nepal MA)ના 2021ના સંશોધન અનુસાર, આ પ્રકારના કીડા નાક, કાન, ટ્રેકિયોસ્ટોમી ઘા, ચહેરા અને દાંતના પેઢામાં પણ થઇ શકે છે. રિસર્ચ અનુસાર, દર્દીમાં અલગ અલગ પ્રકારના જોખમ કારકો અને રોગ પણ શરીરને આ સ્થિતિમાં વધારે સંવેદનશીલ બનાવે છે.

​દર્દીમાં દેખાયા આ લક્ષણો

મહિલાને ત્રણ દિવસ સુધી નાકમાંથી લોહી વહેવા અને ડાબી આંખ પર સોજો રહ્યો હતો. તપાસ બાદ નાક અને આંખમાં કીડા હોવાની જાણકારી મળી, જેના કારણે મહિલાને ડાબી આંખ ગુમાવવી પડી હતી અને તે ભાગમાં સતત દર્દ પણ થઇ રહ્યો હતું. જો કે, કીડા દૂર કર્યા બાદ દર્દીની હાલત હવે સારી છે. મહિલાએ ત્રણ મહિના પહેલાં જ અન્ય હોસ્પિટલમાં ઇલાજ કરાવ્યો હતો, આ સિવાય અગાઉ પણ આ પ્રકારના લક્ષણોના કારણે તેની આંખોમાં સોજા આવી જતા હતા. સોજાના કારણે આંખોને વધુ નુકસાન થયું છે.

​શું છે આ બીમારીનું નામ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (National Institutes of Health) અનુસાર, આ બીમારીને નેઝલ માયોસિસ (Nasal myiasis) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં માખીની લાળ દ્વારા નાકના છીદ્રો પર ઇન્ફેક્શન થાય છે. તેનાથી પ્રભાવિત સ્કિન ટિશ્યૂ ખરાબ થઇ જાય છે, ઉપરાંત કેટલીક ઘાતક અને જોખમી સ્વાસ્થ્ય અસરો પણ થઇ શકે છે.

​કેવા લોકોને છે વધારે જોખમ

વૈજ્ઞાનિકો અનુસાર, ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. ગરમ અને ભેજવાળા વાતાવરણના કારણે આ સમસ્યા વૃદ્ધો, ખાસ કરીને મહિલાઓમાં વધારે જોવા મળે છે. આ ઉપરાંત નાક-આંખની સફાઇ પર ધ્યાન નહીં આપતા લોકોને પણ આ બીમારી થઇ શકે છે.

આ સમાચારને અંગ્રેજીમાં વાંચવા માટે અહીં ક્લિક કરો

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો

Source link