અમેરિકાની ચેતવણી, યુક્રેન પર રશિયા કરી શકે છે કેમિકલ હથિયારોનો ઉપયોગ | America warns Russia’s possible Chemical or biological weapon attack against Ukraine.

 

યુકેએ કર્યો મોટો દાવો

યુકેએ કર્યો મોટો દાવો

આ પહેલા યુનાઈટેડ કિંગ્ડમના સંરક્ષણ મંત્રીએ એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે રશિયાએ યુક્રેનમાં થર્મોબેરિક રૉબોટનો ઉપયોગ કર્યો છે. આ રૉકેટને વેક્યુમ બૉમ્બ પણ કહેવાય છે કારણકે આનાથી વિસ્તારમાં હવામાંથી ઑક્સિજન ઘટી જાય છે જેનાથી ઉચ્ચ તાપમાનનો વિસ્ફોટ થાય છે. આ સામાન્ય બૉમ્બથી ઘણો વધુ વિનાશ કરે છે. આનાથી લોકોમાં ગંભીર સમસ્યા થઈ શકે છે.

અમે કેમિકલ હથિયાર ના રાખીએ છીએ, ના તૈયાર કરીએ છીએ

અમે કેમિકલ હથિયાર ના રાખીએ છીએ, ના તૈયાર કરીએ છીએ

જેન સાકીએ ટ્ટવિટ કરીને લખ્યુ, આપણે યુક્રેનમાં સ્થિત કથિત અમેરિકી જૈવિક હથિયાર લેબ અને રાસાયણિક હથિયારોના વિકાસ વિશે રશિયાના ખોટા દાવાઓ પર ધ્યાન આપવુ જોઈએ. આપણે ચીનના અધિકારીઓને પણ જોયા છે કે તે આ પ્રકારના દાવાઓનુ સમર્થન કરી રહ્યા છે કે જે એક સુનિશ્ચિત સુનિયોજિત ષડયંત્ર છે. અમે છેલ્લા અમુક વર્ષોમાં રશિયા તરફથી આ પ્રકારની અફવા પહેલા પણ યુક્રેન તેમજ અન્ય દેશોને લઈને જોઈ છે કે જે પહેલા પણ ખોટી સાબિત થઈ છે. અમેરિકા કેમિકલ વેપન કંવેશન એન્ડ બાયોલૉજિકલ વેપંસ કંવેશનના નિયમોને સંપૂર્ણપણે પાલન કરે છે અને આ રીતના હથિયાર ના તો તૈયાર કરે છે અને ના પોતાની પાસે રાખે છે.

રશિયા દુશ્મનો સામે કરે છે કેમિકલ હથિયારોનો ઉપયોગ

રશિયા દુશ્મનો સામે કરે છે કેમિકલ હથિયારોનો ઉપયોગ

રશિયા કેમિકલ હથિયારોનો ઉપયોગ કરે છે અને એક એ તથ્ય છે, રશિયાએ પુતિનના રાજકીય દુશ્મનો સામે જેમ એલેક્સી નવાલિની પર આ રીતના હથિયારોનો ઉપયોગ કર્યો છે. રશિયાએ સીરિયામાં અસદનુ સમર્થન કર્યુ હતુ. જેણે ઘણી વવાર કેમિકલ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ રશિયા છે જેણે આંતરરાષ્ટ્રીય નિયમોનુ ઉલ્લંઘન કરીને બાયોલૉજિકલ હથિયારોનો કાર્યક્રમ ચાલુ રાખ્યો છે. રશિયા આ ટ્રેક રેકૉર્ડ કરી રહ્યુ છે તે પશ્ચિમી દેશો પર આરોપ લગાવ્યો છે કે તે આ નિયમનુ ઉલ્લંઘન કરી રહ્યા છે જ્યારે તે ખુદ આવુ કરી રહ્યા હોય છે.

આ એક સમજી-વિચારેલી ચાલ

આ એક સમજી-વિચારેલી ચાલ

ડિસેમ્બરમાં રશિયાએ અમેરિકા પર ખોટો આરોપ લગાવ્યો હતો કે અમેરિકા યુક્રેનમાં કેમિકલ હથિયારો માટે કૉન્ટ્રાક્ટ નિયુક્ત કરી રહ્યુ છે. આ રશિયાની એક સમજી-વિચારેલી ચાલ છે, યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો જેને યોગ્ય ન ગણી શકાય. હવે જ્યારે રશિયા આ પ્રકારના ખોટા દાવા કર્યા છે અને ચીને પણ આ નકલી દાવાનુ સમર્થન કર્યુ છે, અમે રશિયા પર નજર રાખવી જોઈએ, તે યુક્રેન પર સંભવિત કેમિકલ કે પછી બાયોલૉજિકલ હુમલા કરી શકે છે. તે ખોટી સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરીને આમ કરી શકે છે. આ પહેલેથી તેમનુ સેટ પેટર્ન છે.

Source link