અમેરિકાના કેલિફૉર્નિયામાં ફરીથી ગોળીબારની ઘટના બની છે. જેમાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે.
World
oi-Manisha Zinzuwadia
Firing in California: અમેરિકામાં એક વાર ફરીથી ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકી મીડિયાના જણાવ્યા મુજબ આ ગોળીબાર કેલિફૉર્નિયામાં થઈ રહ્યો છે. આ ઘટનામાં ઘણા લોકોને ગોળી વાગી છે . આ ગોળીબાર કેલિફૉર્નિયાના હાફમૂન સિટીમાં થઈ રહ્યો છે. ગોળીબારની સૂચના મળ્યા બાદ સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયુ છે અને સ્થિતિને સંભાળવામાં લાગી ગયુ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ સોમવારે બપોરે ડેસ મોઈન્સ સ્થિત લોવા ચાર્ટર સ્કૂલમાં પણ ગોળીબારના સમાચાર સામે આવ્યા હતા. જેમાં બે લોકોના મોત થયા હતા. અમુક લોકોએ ગોળીબારની જાણ કરવા માટે 911 પર ફોન કર્યો, ત્યારબાદ પોલીસની એક ટીમ સાટર્ટસ રાઈટ્સ હેયર સ્કૂલ પહોંચી. જ્યારે પોલીસ અધિકારીઓ અહીં પહોંચ્યા તો તેમને ખબર પડી કે ઘાયલોને ગોળી વાગી હતી. આ હુમલામાં શાળાના એક કર્મચારીને પણ ગોળી વાગી છે જેનુ ઑપરેશન ચાલી રહ્યુ છે. હજુ સુધી ગોળીબાર કરનારાઓના નામ સામે આવ્યા નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ગોળીબાર બાદ તરત જ પોલીસે ઘટના સ્થળેથી ત્રણ લોકોની અટકાયત કરી હતી. કારમાં બે શકમંદો હતા જેમને પોલીસે પકડી લીધા છે. પોલીસની કે9 ટીમે વાહનમાંથી ભાગી રહેલા ત્રીજા વ્યક્તિને પકડવામાં મદદ કરી હતી. સ્ટાર્ટ રાઈટ હેયર એક ચાર્ટર સ્કૂલ છે જ્યાં ગોળીબાર થયો હતો. રેપર વિલ કીપ્સે આની સ્થાપના કરી છે.
English summary
Firing in California America, many people injured
Story first published: Tuesday, January 24, 2023, 7:21 [IST]