અમદાવાદીઓએ આવો ઉનાળો ક્યારેય નહીં જોયો હોય! તાપમાને પાછલા એક દશકનો રેકોર્ડ તોડ્યો!

 

અમદાવાદ- અમદાવાદીઓ અત્યારથી જ કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે, એવામાં મેટ વિભાગ દ્વારા વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અમદાવાદમાં આ વર્ષે પાછલા ઘણાં વર્ષોની સરખામણીમાં સૌથી વધારે ગરમી પડી શકે છે. બુધવારના રોજ થોડી રાહત સાથે તાપમાન 39.6 સેલ્સિયસ પહોંચી ગયુ હતું જ્યારે ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી અને શુક્રવારના રોજ 41.9 ડિગ્રી થઈ ગયુ હતું. શક્ય છે કે શનિવારના રોજ તાપમાન 42 ડિર્ગીએ પહોંચી જાય.

સંગ્રહખોરોના પાપે માગ ઘટવા છતાં નથી ઊતર્યા લીંબુના ભાવ, સાબરકાંઠા-મહેસાણા, ગાંધીનગરના વેપારીઓ પોલીસની રડારમાં
એપ્રિલ મહિનાના 22 દિવસનું વિશ્લેષણ કરવામાં આવે તો બે વાર તાપમાન 43 ડિગ્રી વટાવી ગયુ હતું જ્યારે આઠ વાર તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યુ હતું. જ્યારે કુલ 19 દિવસમાં નવ વાર પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. આઈએમડી ગુજરાતના પ્રમુખ મનોરમા જણાવે છે કે, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન અને સરેરાશ તાપમાનના સંદર્ભમાં પાછલા એક દશકમાં આ વર્ષે અમદાવાદ શહરમાં સૌથી વધારે ગરમી છે.

તેમણે જણાવ્યું કે, આઠમી એપ્રિલના રોજ શહેરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી પહોંચી ગયુ હતું. પાછલા એક દશકમાં આ સૌથી વધારે હતું. આટલુ જ નહીં, સરેરાશ મહત્તમ તાપમાન પણ લગભગ 41 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. ભૂતકાળમાં પણ આ રીતે તાપમાન વધ્યું હોવાની જાણકારી સામે આવી છે, પરંતુ આ વર્ષે 27મી માર્ચથી 19મી એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 40.7 સેલ્સિયસથી ઓછું જ નથી થયું.

આ વર્ષે તાપમાન વધારાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, મુખ્ય કારણ એ છે કે હવાની દિશામાં કોઈ બદલાવ નથી આવ્યો. સામાન્યપણે અરબ સાગરથી ભેજવાળી હવા આવતી હોય છે, પરંતુ આ વર્ષે તે ઉત્તર તરફ જ જતી જણાઈ છે. રાજસ્થાન તરફથી વાતો પવન ગરમ જ હોય છે અને તેમાં વધારે ભેજ પણ નથી હોતો. આ કારણોસર તાપમાન એકંદરે વધારે રહે છે. શુક્રવારના રોજ આઈએમડી ફોરકાસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હીટવેવની શરુઆત થઈ ગઈ છે. અને તે વધુ બે દિવસ સુધી રહેશે. આ ઉનાળામાં રાજ્યમાં આ ચોથી હીટવેવ છે.

EMRI 108ના અધિકારીઓ જણાવે છે કે, અમદાવાદ શહેરમાં તેમને દરરોજ લગભગ 244 જેટલા ગરમીને કારણે થતી સમસ્યા માટે ફોન કોલ આવે છે. આ આંકડો ગત વર્ષની સરખામણીમાં વધારે છે. પેઢામાં દુખાવો, ઉલટી થવી, ડાયેરિયા, બેભાન થઈ જવુ વગેરે સામાન્ય લક્ષણો છે જે મોટાભાગના દર્દીઓમાં જોવા મળતા હોય છે. અમદાવાદ ફેમિલિ ફિઝિશિયલ અસોસિએશનના સેક્રેટરી ડોક્ટર પ્રજ્ઞેશ જણાવે છે કે, એપ્રિલ મહિનામાં ફિઝિશિયનોએ નોંધ્યું કે વડીલો અને ટીનેજર્સમાં લૂ લાગવાના કેસ ઘણાં આવ્યા છે. અમે તમામ લોકોને સલાહ આપીએ છીએ કે પ્રવાહીનું સેવન સમયસર કરવામાં આવે.

Source link