અમદાવાદની હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, કોર્ટનો કપલને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ!

 

અમદાવાદઃ આંતરધર્મીય પ્રેમ લગ્ન કરનારા યુવક અને યુવતીને સલામતી પૂરી પડવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં એક અઠવાડિયા સુધી તેમને પ્રોટેક્શન આપવા માટે કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, “આ કપલે આંતરધર્મીય લગ્ન કર્યા છે. આ સંજોગોમાં જો તેમને વધારે મુશ્કેલી પડે તો અમદાવાદ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સુપ્રીમ કોર્ટના શક્તિવાહિની કેસના દિશાનિર્દેશો પ્રમાણે સુરક્ષા પૂરી પાડવાની રહેશે.” આવામાં યુવતીએ પણ હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત રહીને મુસ્લિમ યુવક સાથે રહેવાનું સ્ટેટમેન્ટ આપ્યું છે.

રિપોર્ટ્સ મુજબ હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે પ્રેમ લગ્ન કરવા બાબતે તેના પિતાએ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે યુવક દીકરીને ગેરકાયદેસર રીતે લઈને જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ પછી પણ યુવતીની ભાળ નહીં મળતી તેમણે હાઈકોર્ટ સમક્ષ હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. આ અરજી બાદ હાઈકોર્ટે યુવતીને કોર્ટમાં હાજર રહેવા માટેનો આદેશ આપ્યો હતો.

પિતાની અરજી બાદ પોલીસે યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરી હતી. જ્યાં યુવતીએ આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, “તેણે યુવક સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી લીધા છે. આ સંબંધો અંગે તેણે પોતાની માતાને પણ જાણ કરી હતી. જોકે, માતાએ આ સંબંધોનો સ્વીકાર નહોતો કર્યો. યુવતીએ લગ્ન કર્યા પછી પરિવારને જાણ નહોતી કરી એ ભૂલ હતી. લગ્નના ત્રણ દિવસ પહેલા આવેલું સર્ટિફિકેટ ભાઈને વોટ્સએપ પર મોકલ્યું હતું.”

યુવતી કોર્ટમાં હાજર રહી હતી તે દરમિયાન તેને માતા-પિતા સાથે વાત કરવાની મંજૂરી આપી હતી, આ દરમિયાન તેણે ભરેલા પગલાથી તેઓ નારાજ થયા હતા અને તેમના કુટુંબની શાખ ધોવાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. કોર્ટમાં આ મામલો ઉગ્ર બની જતા વકીલો દ્વારા તેમને શાંત પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જોકે તેમને સફળતા ના મળતા કોર્ટે યુવતી અને તેના પતિને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે, “યુવતીએ લગ્ન કરી લીધા છે અને તે યુવક સાથે જ રહેવા માગે છે ત્યારે પોલીસને આદેશ આપવામાં આવે છે કે તેમને શરુઆતના ચાર અઠવાડિયા સુધી પ્રોટેક્શન પુરું પાડવામાં આવે.”

આ અંગે હાઈકોર્ટે બંધરણીય હકની પણ વાત કરી

હેબિયસ કોર્પસ અરજી બાદ હાઈકોર્ટની ખંડપીઠે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના લક્ષ્મીબાઈ ચંદનગિરિ બી એન્ડ અધર્સ કેસમાં આપેલા ચુકાદાને ધ્યાનમાં રાખવાની ટકોર કરી છે. આ સાથે હાઈકોર્ટે નોંધ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશમાં દરેક વ્યક્તિને તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો સમાન બંધારણીય હક અપાયો છે.

Source link