અમદાવાદની યુવતીએ બે વખત ગર્ભપાત કરાવ્યા બાદ ત્રીજી વખત ઈનકાર કરતા પ્રેમીએ ધમકી આપી

 

અમદાવાદઃ દરેક પ્રેમ સંબંધ સમય જતા એક વળાંક લેતા હોય છે, આવામાં કેટલાક વળાંક તેમને ગુનાહિત પ્રવૃત્તિ તરફ પણ દોરી જતા હોય છે. પ્રેમ સંબંધમાં લગ્નની લાલચે મરજી વિરુદ્ધના શારીરિક સંબંધ બાંધવામાં આવતા હોવાથી પણ સંબંધો પર અસર પડતી હોય છે. અમદાવાદમાં બનેલી ઘટનામાં પ્રેમિકાને વારંવાર સગર્ભાી બનાવી દેતા પ્રેમી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રેમિકા પ્રેગનેન્ટ થઈ જતા તેણે ગર્ભપાત કરાવવાનો ઈનકાર કરી દીધો હતો અને પ્રેમીએ તેને ગર્ભપાત માટે દબાણ કરતા બન્ને વચ્ચે તકરાર થઈ ગઈ હતી.

શહેરના વાસણા વિસ્તારમાં બનેલી ઘટનામાં યુવતીને લગ્નની લાલચ આપીને યુવક દ્વારા વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવતા હતા આ પછી બે વખત તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત પણ કરાવ્યો હતો. જોકે, ત્રીજી વખત યુવતીએ ગર્ભપાતનો ઈનકાર કરી દેતા બન્ને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. 23 વર્ષની યુવતીએ પ્રેમી પર વિશ્વાસ મૂકીને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે પોતાના ઘરની પરિસ્થિતિ સારી ના હોવાના કારણે તે ઘરકામ કરવા માટે જતી હતી. આ દરમિયાન તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરતી હતી અને તે દરમિયાન તેની મુલાકાતા રિક્ષાવાળા યુવક સાથે થઈ હતી જે બાદ બન્ને વારંવાર મળતા એકબીજાની વધારે નજીક આવી ગયા હતા. એવી પણ વિગતો મળી રહી છે કે યુવતી સગીર હતી ત્યારે પણ રિક્ષાચાલકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

શારીરિક સંબંધોના કારણે યુવતી બે વખતે પ્રેગનેન્ટ થઈ હતી અને યુવક તેની પાસે બળજબરી ગર્ભપાત કરાવતો હતો. પરંતુ ત્રીજી વખત તેણે ગર્ભપાતનો ઈનકાર કરી દેતા યુવક તેને ધમકીઓ આપતો હતો. જોકે, યુવતીએ હિંમત રાખીને ગર્ભપાતનો ઈનકાર કરીને યુવકની સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Source link