અફઘાનિસ્તાનના મદરેસામાં બોમ્બ વિસ્ફોટ, 15 લોકોના મોત, અનેક ઘાયલ

World

oi-Hardev Rathod

|

Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું શાસન છે. જે કારણે ત્યાં અવારનવાર બોમ્બ બ્લાસ્ટ થતા રહે છે. અફઘાનિસ્તાનના સમંગાન શહેરમાં બુધવારના રોજ એક ધાર્મિક શાળામાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 15 લોકોના મોત થયા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, વિસ્ફોટ સમંગાનના ઐબક શહેરમાં આવેલા જાહદિયા મદરેસામાં થયો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નમાઝના સમયે થયો બોમ્બ બ્લાસ્ટ

સ્થાનિક હોસ્પિટલના ડૉક્ટરે પુષ્ટિ કરી છે કે, 15 લોકોના મોત થયા છે અને 27 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ બપોરે નમાઝના સમય દરમિયાન થયો હતો.

આ ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, બપોરની નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે, ઉત્તર સમંગાન પ્રાંતની રાજધાની આઇબકમાં થયેલા વિસ્ફોટમાં અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા છે. હજૂ સુધી કોઈ જૂથ કે સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.

ગત વર્ષે યુએસ સમર્થિત સરકારને હટાવ્યા બાદ તાલિબાને કબ્જો મેળવ્યો ત્યારથી અફઘાનિસ્તાન અનેક વિસ્ફોટો થયા છે. અધિકાર જૂથોએ જણાવ્યું હતું કે, તાલિબાને માનવ અને મહિલા અધિકારોનું સન્માન કરવાના અનેક વચનો પણ તોડ્યા છે.

આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ તાજેતરમાં જ એક મહિના સુધી ચાલેલા યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. યુદ્ધવિરામના અંતની ઘોષણા કરતા, TTP નેતૃત્વએ ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવત જિલ્લામાં તેના લડવૈયાઓ સામે લશ્કરી ઝુંબેશને કારણ તરીકે દર્શાવ્યું હતું.

મે મહિનાથી અમલમાં છે યુદ્ધવિરામ

ટીટીપી ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં વર્ષોથી સક્રિય છે. તે એક સમયે અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદની બંને બાજુના આતંકવાદીઓનો અડ્ડો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બદલાયા બાદ ઈસ્લામાબાદ અને ટીટીપી વચ્ચે શાંતિ મંત્રણા શરૂ થઈ છે, પરંતુ હજૂ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ વચ્ચે મે મહિનાથી યુદ્ધવિરામ અમલમાં છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહનાઝ શરીફે આ વાત કહી

પાકિસ્તાનના વડાપ્રધાન શહનાઝ શરીફે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે શરીફે જણાવ્યું હતું કે, આતંકવાદ પાકિસ્તાનની મોટી સમસ્યાઓમાંથી એક બની ગઇ છે. હવે આપણે કોઈ ભૂલ કરવાની જરૂર નથી. આપણા સશસ્ત્ર દળો અને પોલીસે આતંકવારના જોખમનો બહાદુરીપૂર્વક સામનો કર્યો છે. લક્કી મારવતમાં પોલીસ વાન પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે કોઈ શબ્દો નથી. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

English summary

A bomb blast in a madrasa in Afghanistan, 15 people killed, many injured

Story first published: Wednesday, November 30, 2022, 17:58 [IST]

Source link