અપકમિંગ સોન્ગ પ્રમોશન માટે મલાઇકાએ પહેર્યો સૌથી બોલ્ડ ડ્રેસ, તસવીરો જોઇ નહીં થાય વિશ્વાસ

Malaika Arora Fashion in Net Dress: બોલિવૂડ ડીવા મલાઇકા અરોરાની ઉંમર ભલે 48 વર્ષની હોય પણ તે આજે પણ પોતાની ફેશન અને કોન્ફિડન્સથી યંગ એક્ટ્રેસિસને પણ પાછળ છોડી દે છે. તેની દરેક સ્ટાઇલમાં તેનો લૂક કિલર હોય છે.

આ જ કારણ છે કે, માત્ર યુવકો જ નહીં તેની ફેશન સ્ટાઇલ પાછળ યુવતીઓ પણ એટલી જ ક્રેઝી હોય છે. હાલમાં જ મલાઇકાનું લેટેસ્ટ ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તેણે ટ્રાન્સપરન્ટ શીયર ડ્રેસ પહેર્યો છે. હાલમાં મલાઇકા તેના લેટેસ્ટ સોન્ગ રિલિઝનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. જેને લગતા એક ફોટોશૂટમાં તેણે ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.

(Images: Instagram/ @malaikaaroraofficial)

​પ્લન્જિંગ નેકલાઇનમાં બોલ્ડ લૂક

મલાઇકા આ શિમરી ગ્રીન અને ગોલ્ડ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. તેણે આ શીયર ડ્રેસની સાથે સ્ટ્રેપલેસ બ્રાલેટ અને બોટમ્સ પહેર્યા હતા. આ ડ્રેસને પ્લન્જિંગ નેકલાઇન આપવામાં આવી હતી, જેની સાથે જ્વેલરી એડ કરવામાં આવી હતી.

​ટોન્ડ લેગ્સ કર્યા ફ્લૉન્ટ

ક્લિવેજ પોર્શન પર મલાઇકાની જ્લેવરી અને આઉટફિટની રિવિલિંગ પેટર્ન તેના લૂકને ઓર સેક્સી બનાવી રહી હતી. આ શિમરી નેટનો ડ્રેસ ફિગર હગિંગ સ્ટાઇલમાં હતો, જેમાં ફેશનિસ્ટાએ તેનું ફિગર અને ટોન્ડ લેગ્સ ફ્લૉન્ટ કર્યા હતા.

​હેવી મેકઅપ

એક્ટ્રેસે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે સ્ટેટમેન્ટ રિંગ્સ, સ્લિક બ્રેસલેટ, ડેંગલિંગ ઇયરિંગ્સની સાથે ગોલ્ડ સ્ટ્રેપી પમ્પ્સ પહેર્યા હતા. જ્યારે તેની બ્રોન્ઝ સ્મોકી આઇઝ, બીમિંગ હાઇલાઇટર, મસ્કારા, ન્યૂડ શેડ લિપસ્ટિક તેના મેકઅપને હેવી બનાવી રહ્યા છે.

Source link