અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ; નીતા અંબાણીએ ફૂલોથી કર્યુ નવી પુત્રવધૂનું સ્વાગત

Anant Ambani Engagement News in Gujarati: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુખિયા મુકેશ અંબાણી એકવાર ફરીથી સસરા બની ગયા છે, તેઓના નાના દીકરા અનંત અંબાણીએ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે પરિવારની હાજરીમાં સગાઇ કરી છે. રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં આ ફંક્શન રાખવામાં આવ્યું હતું, જેની જાણકારી રિલાયન્સ ગ્રુપે પ્રેસ રિલીઝ જાહેર કરીને આપી છે.

સગાઇ બાદ મુંબઇના એન્ટાલિયામાં એક ભવ્ય ઉત્સવની શરૂઆત થઇ ગઇ હતી. અનંત અંબાણી સાથે સગાઇ બાદ રાધિકા મર્ચન્ટ જ્યારે એન્ટિલિયા પહોંચી તો પરિવારના લોકોએ તેનું ધામધૂમથી સ્વાગત કર્યુ અને નીતા અંબાણીએ પણ ફૂલોથી પોતાની નાની પુત્રવધૂને વધાવી હતી. અંબાણી ફેમિલીમાં રાધિકાનું ગ્રાન્ડ વેલકમ થયું, આ દરમિયાન નીતા અંબાણીનો લૂક સૌથી વધારે લાઇમલાઇટમાં રહ્યો.

(Images: Instagram/ @radhikamerchantfc, @neeta_ambani)

ટ્વીન્સ સાથે પરત ફરેલી ઇશા અંબાણીએ પહેર્યું સસ્તુ ટોપ; નાની નીતા અંબાણીના આઉટફિટ્સ હતા લાખોના

​ગ્રીન સૂટમાં નીતા અંબાણી

પોતાની નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને લઇને ઘરે પહોંચેલી નીતા અંબાણીએ આ દરમિયાન સુંદર ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો. આ ગ્રીન રંગના સૂટને સિલ્ક કાપડમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ એક પ્રકારે થ્રી પીસ અટાયર હતો, જેમાં સ્ટ્રેટલાઇન કૂર્તીની સાથે મેચિંગ પેન્ટ અને સરખા રંગનો દુપટ્ટો એડ કરવામાં આવ્યો છે.

નાની પુત્રવધૂ સામે નીતા અંબાણીનો પડ્યો વટ

​મોનોટોન લૂક અને જ્વેલરી

નીતા અંબાણીના આઉટફિટની પેટર્ન મોનોટોન લૂકમાં હતી, જેમાં ગોલ્ડન તારથી હેન્ડ એમ્બ્રોયડરી કરવામાં આવી છે. આ આઉટફિટ પર લાઇટ જ્યારે દુપટ્ટામાં હેવી એમ્બ્રોયડરી વર્ક જોવા મળે છે. કૂર્તા અને પેન્ટની બોર્ડર પર જ્યાં ગોલ્ડન ગોટા પટ્ટી એડ કરવામાં આવી હતી, તો દુપટ્ટા પર ફ્લોરલ મોટિફ્સ તૈયાર કરવામાં આવ્યા છે. નીતા અંબાણીએ પોતાના મેકઅપને લાઇટ રાખીને માથા પર લાલ બિંદી લગાવી હતી. જ્યારે જ્વેરરીમાં કાનમાં ગોલ્ડન ઇયર ચેન ઇયરિંગ્સ પહેર્યા હતા. આ સિવાય બંને હાથમાં હેવી કડા પહેર્યા હતા.

ફૂલોથી થયું રાધિકા મર્ચન્ટનું એન્ટિલામાં સ્વાગત

​પિંક શરારા સેટમાં રાધિકા મર્ચન્ટ

અનંત અંબાણી સાથે સગાઇ બાદ મુંબઇ પરત ફરેલી રાધિકા મર્ચન્ટે ફંક્શન માટે પેસ્ટલ પિંક કલરનો શરાર સેટ પહેર્યો હતો. આ આઉટફિટમાં થાઇઝ સુધીની લંબાઇવાળી કૂર્તી અને મેચિંગ શરારા ટીમઅપ કરવામાં આવ્યો હતો. જેમાં જડાઉ વર્કથી ડ્રેસને રિચ લૂક મળી રહ્યો હતો. આ ડ્રેસની સાથે રાધિકાએ જે દુપટ્ટો એડ કર્યો હતો તેને સંપુર્ણ રીતે નેટથી તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના પર હોરિઝોન્ટલ પેટર્નમાં ફ્લોરલ વર્ક કરવામાં આવ્યું છે.

​લૂકમાં જોવા મળી સાદગી

પાર્ટીની મુખ્ય હાઇલાઇટ હોવા છતાં રાધિકાએ પોતાના ખાસ દિવસ માટે ભડકાઉ જ્વેલરી કે કલર પસંદ નહીં કરીને સિમ્પલ આઉટફિટની સાથે મિનિમલ લૂક રાખ્યો હતો. જ્યારે લાઇટ મેકઅપની સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા અને જ્વેલરીમાં ડાયમંડ સ્ટડેડ ઇયરિંગ્સ પહેર્યા હતા.

દિયરના લગ્નમાં ઇશા અંબાણી પર ભારે પડી દેરાણીની સુંદરતા, વેડિંગ આઉટફિટ્સ પર કરો નજરSource link