કેમ્પેઈનની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે
માહિતી મુજબ આ બધા લોકો અહીં સ્કીન કેન્સરને લઈને જાગૃતિ પેદા કરવા માટે બીચ પર એકઠા થયા હતા. આ કાર્યક્રમને અમેરિકી ફોટોગ્રાફર સ્પેંસર ટ્યુનિકે આયોજિત કર્યો. આનો હેતુ લોકોની અંદરથી શરમ કાઢીને તેમને સમયે-સમયે પોતાની સ્કિનની તપાસ કરાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. હાલમાં તેનો આ આઈડિયા ઘણો હિટ રહ્યો અને તેના કેમ્પેઈનની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે.
સ્કિન કેન્સરના મામલે ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી આગળ
આ બાબતે ફોટોગ્રાફર સ્પેંસર ટ્યુનિકે કહ્યુ કે આપણી પાસે ત્વચાની તપાસ અંગે જાગૃતિ લાવવાની તક છે. હું ખૂબ જ ખુશ છુ કે મારા કૉલ પર લોકો એકઠા થયા. તેમના કહેવા પ્રમાણે, સવારના 3.30 વાગ્યાથી જ લોકો બીચ પર એકઠા થવા લાગ્યા હતા. ચેરિટી સંસ્થા સ્કિન ચેક ચેમ્પિયન્સે પણ આ કાર્યક્રમમાં મદદ કરી હતી. તેમણે કહ્યુ કે સ્કિન કેન્સરના મામલે ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી આગળ છે. માટે અહીં વધુ જાગૃતિની જરૂર છે.
તમે પણ રાખો આ લક્ષણોનુ ધ્યાન
- ત્વચા પર તલની સંખ્યામાં અચાનક વધારો.
- ભૂરા અથવા લાલ રંગના ઘા.
- લાંબા સમય પછી પણ તે ઠીક ન થવા.
- ત્વચા પરના ઘાની પોપડી બનીને ઉતરવી.
- આંખોની આસપાસ વારંવાર બળતરા થવી.
- ગરદન, કાન અને ચહેરાની ત્વચા પર કારણ વિના સફેદ, મીણ જેવો ઘા બનવો.
- એક ખુલ્લો ઘા જેમાં લોહી વહે છે, પાકે છે અને ઘણા સપ્તાહો સુધી ખુલ્લુ રહે છે.
કેન્સરના જોખમને ઘટાડવા માટે શું કરવુ
- વિટામિન ડી મેળવવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે પરંતુ વધુ પડતા સૂર્યપ્રકાશને ટાળો.
- તમે સવારે 10 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યા પછી જ તડકામાં જાવ.
- સનસ્ક્રીન લગાવો કારણ કે તે માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ એટલુ જ જરૂરી છે. ઓછામાં ઓછા 30 SPFવાળી સનસ્ક્રીન લગાવો.
- તમારા હાથ અને પગને તડકાથી બચાવવાનો પ્રયાસ કરો.
- જો તમને તમારી ત્વચામાં સહેજ પણ ફેરફાર જણાય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.