અગ્નિપથ પર આર્મીનું મોટું અપડેટ, આવતા શુક્રવારથી ભરતી પ્રક્રિયા શરૂ – KalTak 24 News

 

  • ભરતી માટે વય મર્યાદા 21થી વધારીને 23 વર્ષ કરાઇ
  • ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરાશે: મનોજ પાંડે
  • આવતા શુક્રવાર 24મી જૂનથી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે: એર ચીફ માર્શલ

દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે થલ સેનાના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ શુક્રવારે જાણકારી આપી હતી કે, 2022ના ભરતી ચક્ર માટે પ્રવેશ ઉંમર વધારીને 23 કરી દેવામાં આવી છે. આ નિર્ણય આપણા ઊર્જાવાન અને દેશભક્ત યુવાનોને એક અવસર આપશે. જે કોવિડ મહામારી છતાં ભરતી રેલીઓમાં સામેલ થવાની તૈયારીમાં લાગેલા છે. જે છેલ્લા બે વર્ષમાં કોવિડના કારણે પ્રતિબંધો હતા, તેથી થઈ શકી નથી.

થલ સેનાના પ્રમુખ જનરલ પાંડેએ કહ્યું કે, ટૂુંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. આગામી બે દિવસની અંદર http://joinindianarmy.nic.in પર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે. ત્યાર બાદ સેના ભરતી સંગઠન રજીસ્ટ્રેશન અને રેલીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરશે. જ્યાં સુધી ભરતી પ્રશિક્ષણ કેન્દ્રો પર જતા અગ્નિવીરોનો સવાલ છે, તો કેન્દ્ર પર તે ડિસેમ્બરથી અગ્નિવીરોની પ્રથમ બેંચની ટ્રેનિંગ શરૂ થઈ જશે. આપણા યુવાનોને અમે આહ્વાન કરવા માગીએ છીએ કે, ભારતીય સેનામાં અગ્નિવીરો તરીકે સામેલ થવા માટે આ અવસરનો લાભ ઉઠાવો.

આ તમામની વચ્ચે ભારતીય વાયુસેનાના પ્રમુખ એચ ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે, આ ઘોષણા કરતા મને ખુશી થઈ રહી છે કે, ઉપરી આયુ મર્યાદાને સંશોધિત કરીને 23 વર્ષ કરી દેવામાં આવી છે. તેનાથી યુવાનોને લાભ થશે. ભારતીય વાયુ સેના માટે ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશેે.

સેનાની ભરતીના નવા નિયમ

– કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે સૈનિકોની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો
– ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ મુજબ સૈનિકોની ચાર વર્ષ માટે ફોર્સમાં ભરતી કરાશે
– જવાન નિવૃત થાય ત્યારે 10 લાખ આપવામાં આવશે
– ટૂર ઑફ ડ્યુટીને અગ્નિપથ જયારે સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે
– ત્રણેય પાંખોમાં દર વર્ષે 45થી 50 હજાર અગ્નિવીરની ભરતી કરાશે
– સેનામાં 6 મહિનાના કાર્યકાળમાં દર વર્ષે 2 વખત ભરતી કરાશે
– 17.5 વર્ષથી 23 વર્ષની વયના ઉમેદવારો નોકરી માટે કરી શકશે અરજી

ચાર વર્ષ બાદ સેવામાંથી મુક્ત કરાશે જવાન

PM મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેના હેઠળ સેનામાં શામેલ થઈ રહેલા યુવાઓની એવરેજ ઉંમરને ઘટાડવાનો પ્રયાસ હશે અને રક્ષાબળના ખર્ચમાં પણ ઘટાડો કરાશે. માહિતી પ્રમાણે હાલમાં સેનામાં જવાનની ઉંમર 32 વર્ષ છે જે હવે આ યોજનાથી 26 વર્ષ લાવવાનો પ્રયાસ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે યોજના હેઠળ ચાર વર્ષ સુધી યુવાઓ (અગ્નિવીર) સેનામાં ભરતી કરાશે. જો કે ચાર વર્ષ બાદ મોટાભાગના યુવાઓને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે.આ યોજના હેઠળ યુવાઓને આશરે 30થી 40 હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

Source link